પ્રેમાવતી

  • 6.6k
  • 3.6k

રાતના નવ વાગે ફોજદારનું ઊંટ ફળીમાં આવીને ઊભું રહ્યું. અમારા એ ઓળખીતા હતા. હમણાં જ નવાસવા નિમાયા હતા. અત્યારે બધા વાળુપાણી કરીને તડાકા મારતા બેઠા હતા, ત્યાં અચાનક જ હબ કરતુંકને ઊંટ આવીને ઊભું રહ્યું. એને ઝોકારવા જતાં એણે ગાંગરી ગાંગરીને ફળીનાં બધાં કૂતરાંને પણ જગડી દીધાં. પછી તો કૂતરાંનો, ગધેડાંનો, ઊંટનો ને ફોજદારનો, એવા ચાર ચાર અવાજમાં અમારી બિચારી ગાય પણ ખીલે ઘાંઘી થઈને ફરવા માંડી. નવા ફોજદાર બહુ રોફીલા હતા એમ ઘણાને કહેતાં સાંભળ્યા હતા. પણ આટલા બધા જડબતોડ બોલકણા હશે એની તો અમને પણ ખબર ન હતી. એ તો બે મોંએ બેફામ બોલી રહ્યા હતા : ‘રાંડનીને