લખમી

(35)
  • 11.8k
  • 2
  • 8k

એક વખતે ધોળકા લાઈનના રેલવેના પાટા બદલાતા હતા, એટલે વેજલપરાથી સો-સવાસો માણસ કમાવા આવ્યું હતું, ને ધોળકા રેલવેના પાટા પાસે સીમમાં પડાવ નાખીને પડ્યું હતું. કાનો અને એનો સસરો પૂંજો ઢેઢ એ તરફથી આડેધડ ચાલ્યા આવતા હતા અને ગમે તેમ કરી એલિસબ્રિજ જનારી મોટી સડક પકડીને ‘માણેકચોક’માં પહોંચવાનો એમનો વિચાર હતો. વેજલપરાથી આઠેક દિવસ થયા આવેલા; લોટદાળ લાવ્યા હતા તે ખૂટી પડ્યાં અને અમદાવાદ તથા એનું ‘માણેકચોક’ એમની સ્વપ્નસૃષ્ટિામાં પહેલેથી જ કાંઈક સોનેરીરૂપેરી મહેલાત જેવાં લાગેલાં, એટલે આજે તો ભલે રાતના આઠ વાગે કે નવ થાય, પણ ‘માણેકચોક’માંથી જ હટાણું કરવાનો નિશ્ચય કરીને બન્ને નીકળ્યા હતા. મોટી સડક ઉપર એક