કાકા એક કપ ચા

  • 4.5k
  • 1.4k

મુશળધાર વરસાદ અને આ અંધારી રાત..... કિશોર કાકા જલ્દી જલ્દી પોતાની ચાની લારી નો સામાન ઠેકાણે ગોઠવી ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. હાઈવે પર વાહનોની અવરજવર ચાલુ જ‌‌ હતી. હાઈવે પર એક મોટા વડનાં ઝાડ નીચે હતી તેમની આ લારી જેના પર લખ્યું હતું " કિશોર કાકાની ચા" ‌ હાઈવે ની નજીક ના ગામ વાળા રહેવાસીઓ માટે તો આ જાણે એક ચોક બની ગયો હતો, જ્યાં બધા ભેગા થાય ને સુખ- દુઃખ ની વાતો કરતા અનને મઝા થી કિશોર કાકા ની ચા પીતા. રસ્તા માં આવતા જતા મુસાફરો માં જેને પણ એક વાર અહીંયા ઉભા રહી