ભાગ્યહીન તનયા

  • 3.1k
  • 1
  • 890

ભાગ્યહીન તનયા સુરેખા તેને વીસ વરસની દીકરી આલિયા સાથે વ્યસ્ત હતી. તે આજે તેના ઘરમાં તેના કબાટમાં રહેલ સાડીઓ તડકામાં મુકવાના ઇરાદાથી ઘરની સાફ સફાઈ કરી રહેલ હતી. “શું મમ્મી આજે તો તે ઘર પૂરું કબાડખાના જેવું કરી નાખ્યું છે.” સુરેખાના ચોવીસ વર્ષના દીકરા તરૂણે કહ્યું. “અરે બેટા હું મારું કબાટ સરખું કરી રહી છું. આ મારી આટલી મોંઘી મોંઘી સાડીઓ છે તો તેની દેખરેખ રાખવી પડે ને.” “આટલી બધી સાડીઓ તમે લોકો કેવી રીતે સંભાળી શકો છો ?” તરુણે કહ્યું. “અરે બેટા આ આપણી સંસ્કૃતિની નિશાની છે.” સુરેખા એ તેને કહ્યું. “અરે મમ્મી સાડીઓમાં વળી આપણી