કોઈ લેખક ના ચાહક હોવું તો જ્યોફ્રી બૃથોઇડ જેવા હોવું

  • 1.4k
  • 512

ઇયાન ફ્લેમિંગ કૃત 'જેમ્સ બોન્ડ 007'ની કથાઓમાં શસ્ત્ર નિષ્ણાત તરીકે Q નું પાત્ર કેમ અને ક્યારે આવ્યું? 1952માં બ્રિટિશ નૌકા સેનાના ગુપ્તચર અધિકારી અને પત્રકાર એવા ઇઆન ફ્લેમિંગે પોતાના કામના અનુભવ નું ભાથું લઈને લેખનની નવી કારકિર્દી શરૂ કરી. જાસૂસી કથાઓની કાબિલેતારીફ ગુંથણી અને વાંચકોને જકડી રાખે તેવું વાર્તાકથન એ ફ્લેમિંગનો બીજા વિશ્વયુદ્ધ માં ભાગ લેવાના અનુભવ નો નિચોડ હતો. ફ્લેમિંગનું પહેલું પુસ્તક, કેસિનો રોયલ, એપ્રિલમાં 1953માં પ્રકાશિત થયું અને તેની સાથે, અમર જાસૂસ પાત્ર નામે જેમ્સ બોન્ડનો જન્મ થયો. પછીથી ઇયાન ફ્લેમિંગે સળંગ બીજી 11 જેમ્સ બોન્ડ નવલકથાઓ લખી. ફ્લેમિંગે જેમ્સ બોન્ડ કથાઓ નું લેખન સમાપ્ત કર્યા બાદ બીજા