જવાબદારી કોની?

  • 3k
  • 916

"તમે પેલું કહેવડાવ્યું કે નહીં પછી વિશ્વેશભાઈનાં કાકા સસરા ને, બિચારા ક્યારના કહ્યા કરે છે તે જરા ગોઠવણ થાય એમ કરી આપો ને પ્રભુ," સિતાજી એ પ્રભુ રામચંદ્ર ને યાદ કરાવતાં કહ્યું. " દેવી... હનુમંત ને અમે બીજા જ દિવસે મોકલી દીધાં હતાં અને એ પતાવી આવ્યાં છે જઈ ને .... આપ નિશ્ચિન્ત થઈ જાઓ. વિશ્વેશભાઈ ને જરાય તકલીફ નહિ પડે અને એમનું કામ સરસ રીતે પતી જશે." પ્રભુ રામ બોલ્યા અને દેવી સિતા નાં મુખ પર સંતોષ છવાયો. સેવામાં રહેલ હનુમાનજી પણ પ્રભુએ પોતાનામાં કેવો વિશ્વાસ દાખવ્યો એ જોઈ ને રાજીપો પામ્યાં. પણ આ સાંભળતાં જ દેવ દરબારમાં બિરાજમાન માતા