રમૂજી રજાચિઠ્ઠી

  • 4.6k
  • 1.2k

પ્રાર્થના પૂરી થયા પછી હાજરી લઈને રાવલ સાહેબે ગઈ કાલે ઘેરહાજર રહેલા વિદ્યાર્થીઓની રજાચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ના ના વાંચવાનું નહિ પણ મશ્કરી કરવાનું શરુ કર્યું. હા તો વિદ્યાર્થી મિત્રો પેહલી ચિઠ્ઠી... "સવિનય સાથ.... ઓહોહો....!!! એટલો બધો વિનય ક્યાંથી આવી ગયો ભઇ....? અમે તો ગાળો જ સાંભળી છે તમારા મોઢેથીતો, સાહેબ ને બાટલીમાં ઉતારવાના છે કે શું ?" ( બાકીની ચિઠ્ઠી મનમાં વાંચી ને.) તો વિજયભાઈ તમને તાવ આવ્યો તો...હમમ...હવે ઉતરી ગ્યો ? વિજય " હા સા'બ હવે સાવ બરોબર. સાહેબ "સારું સારું બેહી જા" બીજી ચિઠ્ઠી....