કાગળ - 2

  • 4.9k
  • 1.8k

મને તારા કાકા એ (હાથ માં રહેલા ટચ સ્ક્રીન મોબાઇલ ને બતાવે છે) ઓમો ફોન લગાડતાં શીખડાયુ તું પણ હું જાર- જાર ફોન જોડું સુ તાર-તાર એક બુન જ ઉપાડેશે ને પસી કોરોના માં ધ્યાન રાખો ને , હાથ ધોવો , બે ગજ નું અંતર રાખો , ઘરમાં રો ને રસી લો કાયમ એવું જ બોલે છે. ખબર નહીં જેટલી વાર ફોન કરું એટલી વાર એ જ બોલે છે ને મૂઇ હેમંત ને તો ફોન દેતી જ નથી. શહેર જાતા હંધાય ને કઉશુ મારા હેમંત ની ભાળ લેતા આવજો કો'તો મને ભેળી લેતા જાઓ પણ કોઈ મને નથ લઈ જાતું