જેલ નંબર ૧૧ એ - ૯

  • 3.1k
  • 1
  • 1.4k

પાછા અહીં પહોંચી ગયા. ૧૧ - એ માં. સત્યાનાશ થઈ ગયો. આ રૂમની ચાર દિવાલો મને જોવે છે, પણ મને ઓળખતી નથી. આઈ મીન, અહીં પહેલા મિથુન રહતો હતો. હું નહીં. હું તો એને બચાવવા આવી હતી. ૧૧ - એનો રુલ સિમ્પલ છે, ૧૧ નંબરની જેલ છે અને 'એ' કેટેગરીની સજા છે. એ કેટેગરી તે 'ચોરી' માટે છે. જો એકથી વધારે લોકો એકજ ચોરીમાં શામિલ હોય તો સજા પણ વેચાઈ જતી હોય છે. ઉંમર કેદની સજા બધાએ અલગ - અલગ દિવસે ભોગવવાની. શુક્રવારે આ માણસ તો શનિવારે બીજો. અમે પાંચ જણ છીએ. અને મૈથિલીશરણની સજા સૌથી વધુ છે. કેમકે ચોરીના