ભીંજાઈ જઇશ..

  • 3.5k
  • 882

‌ માફ કરશો મેમ, પણ મૌસમને લીધે બસના આવવાનો કોઈ નિર્ધારિત સમય નથી કેમકે ઘણી જગ્યાએ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે એટલે ઘણી મુશ્કેલી સર્જાઇ રહી છે. ટિકિટ કાઉન્ટર પર બેસેલા એક સજ્જને આદરપૂર્વક સૌમ્યાને કહ્યું. ઓહ, મતલબ કે અત્યારે બસ નહિ મળે એમ ? અને આ મૌસમ, તોબા શું કરીશ હવે ? મોબાઈલની ડિસ્પ્લે પર પોતાના નાજુક હાથની આંગળીઓને નચાવતી સૌમ્યા અનરાધાર વરસતા સતત વરસાદને લીધે અકળાઈ ઉઠી. થોડીવાર તે ત્યાં જ શાંતિથી ઊભી રહી. બાદમાં તેને વિચાર આવ્યો કે, હમણાં સાંજ પડી જશે આવા ખરાબ મૌસમમા વેળાસર ઘરે પહોંચવું મહત્વનું છે. એમ વિચારી તે કોઈ પ્રાઈવેટ વાહન મળી