કશ્મકશ.. (ભાગ - ૨ ) પવન અને પારિજાતનું લગ્નજીવન હવે ખરા અર્થમાં શરૂ થયું. મિત્ર તરીકે ખુબ સાથ માણ્યો હવે પતિ પત્ની નાં સંબંધોની શરુઆત થઈ રહી હતી. વિશ્વાસ એકબીજા પર આંખો મીંચીને કરી શકાય, દિલની કોઈ પણ વાત ન છુપાવતા બિન્દાસ કરી શકાય, મૌન આંખોની ભાષા વાંચી શકાય, કહેતા પહેલાં જ સમજી જવાય, એકબીજાની ઈજ્જત પ્રાણપ્યારી હોવી જોઇએ, દરેક બાબતમાં બંને વચ્ચે પારદર્શકતા હોવી જોઈએ તો પ્રેમ આપોઆપ પ્રવેશ કરી લે. પારિજાતની મ્હેક પ્રસરાવતો પવન મનાલીની વાદીઓમાં લઇ ગયો. વાદીઓની સુંદરતામાં ખોવાઈ ગયા બંને. બરફથી આચ્છદીત શિખરો, સૂરજના કિરણોથી જુદા જુદા રંગમાં પરાવૃતિત થતાં. પાઈનનાં વૃક્ષોની લાઈનબંધ હારમાળા, સહેલાણીઓનાં