રાજકારણની રાણી - ૫૪

(63)
  • 4.4k
  • 2
  • 2.4k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૪ બી.એલ.એસ.પી.ના રાષ્ટ્રીય પ્રમુખ શંકરલાલજી રાજ્યની મુલાકાતે આવી રહ્યા હતા એ વાતથી સુજાતાબેનને નવાઇ લાગી કે આંચકો લાગ્યો એ હિમાની કે જનાર્દનને સમજાયું નહીં. જનાર્દન આ મુલાકાતને રુટિન માની રહ્યો હતો. ઘણી વખત સરકારમાં ડખો ચાલતો હોય ત્યારે અચાનક કોઇ ઉદ્ઘાટન માટે કે પ્રવાસ માટે રાષ્ટ્રીય પ્રમુખ દોડી આવે છે. અત્યારે એવી કોઇ સ્થિતિ ન હતી. રાજ્યમાં ચૂંટણીના પરિણામો જાહેર થઇ રહ્યા હતા ત્યારે તેમનું આગમન સામાન્ય વાત હતી. આગામી સરકારની રચનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવવાની હોવાથી અગાઉથી તંબુડેરા તાણે એ સ્વાભાવિક હતું. સરકારની રચનામાં અનેક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. મુખ્યમંત્રી અને મંત્રીઓની વરણીમાં