મહાપ્રેત..

(17)
  • 3.2k
  • 1.3k

મહા પ્રેત ગઈકાલે રાત્રે પુષ્કળ વરસાદ પડ્યો હતો, સવારનો સમય હતો.. અત્યાર નું હવામાન ખૂબ સારું હતું.. આછા વાદળો વચ્ચે થી સૂર્ય નારાયણ સંતાકૂકડી રમતા હોય એવું લાગતું હતું.. પક્ષીઓનો કલબલાટ મનને પ્રસન્ન કરે એવો હતો.. હું મારી યૌગિક ક્રિયાઓ પતાવી ગેલેરી માં બેઠો બેઠો ચા પીતા પીતા નવી ઉગેલી સવાર ના સૌંદર્ય ની મજા લઈ રહ્યો હતો.. ત્યાં અંદાજે આઠ વાગ્યાની આસપાસ એક માણસનો ફોન આવ્યો.. એનું નામ સંજય.. આધેડ અંદાજે 50 વરસ ઉંમર હશે.. ઉત્તરપ્રદેશ નો રહેવાસી હતો.. હાલ બીજનોર માં સ્થાયી હતો.. બીજનોર.. બિહાર અને મધ્યપ્રદેશ ની સીમા પાસે આવેલું ઠીક ઠીક કહેવાય એવું નાનું શહેર હતું..