કવિતા ની ગાડી અચાનક કોઈજ કારણ વગર રસ્તા પર બંધ પડી ગઈ.. રાત નો સમય હતો ને ભાઈજીપુર જેવા નાના સેન્ટર માં મિકેનિક મળવો મુશ્કેલ નહીં.. પણ લગભગ અશક્ય હતો.. કવિતા એક પ્રતિષ્ઠિત બેંક માં મેનેજર હતી.. હમણાં જ હજી દોઢેક મહિના પેલા જ જામનગર થી ટ્રાન્સફર થઈ ને આવી હતી.. એ પહેલાં મુંબઇ હતી... અહીંયા ભાડે મકાન મળી ગયું હતું પણ બ્રાન્ચ થી 8/10 કી.મી. દુર હતું...ઘરે જઈ ને.. કોઈ કામ ના હોય એટલે એ રોજ બ્રાન્ચ પર વધુ સમય રોકાતી... એ બહાને કામ થાય અને સમય પણ જાય.. આજે સવારે થી એને કઈક અજુગતું થવાના એંધાણ મળી રહ્યા