લવ બાઇટ્સ - પ્રકરણ-49

(123)
  • 6.4k
  • 3
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-49 સ્તુતિ વહેલી ઉઠીને તૈયાર થઇ ગઇ. માં-પાપાને કહ્યું મારે ઘરે બેઠા કામ કરવાનું છે પરંતુ આજે કંપનીમાં મારે પેપર્સ સાઇન કરવાનાં છે બધી ફોર્માલીટી પુરી કરવાની છે એટલું હું જઇને આવું છું ત્યાં કંપનીમાં ડાયરેક્ટર -ચેરમેન અને મારે જેની હાથ નીચે પ્રોજક્ટ કરવાનાં છે એ લોકોની મુલાકાત કરીશ બધું કામ સમજીશ. માઁ એ કહ્યું બેટાં મો મીઠુ કરીને જા એમ કહીને એમણે ગળ્યુ દહીં અને ગોળની કાંકરી મોઢામાં મૂકીને કહ્યું સેવામાં ભગવાનનાં આશીર્વાદ લઇને જઇ આવ. સ્તુતિએ મોઢું મીઠું કરી શુકન કર્યા. સેવામાં ઇશ્વરનાં આશીર્વાદ લીધાં. માં-પાપાને પગે લાગીને આશીર્વાદ લીધાં તુષારે કહ્યું દીદી બેસ્ટ લક. બધાની શુભકામનાં