સર્કસ - 1

(30)
  • 4.2k
  • 1
  • 1.9k

રોયલ સર્કસ શહેરનું પ્રખ્યાત સર્કસ હતું. ત્યાં અઠવાડિયામાં ત્રણ દિવસ જ શો થતાં એટલે ટીકીટ લેવા લોકોની ભીડ જામતી હતી. આ સર્કસનાં પ્રખ્યાત થવા પાછળનું કારણ ત્યાં દેખાડવામાં આવતાં ભયાનક કરતબો હતાં. કાચાં પોચાં હ્રદયનાં લોકો તે કરતબો જોઈ જ ન શકે. ત્યાં ગળું કાપીને તેનાંથી ફૂટબોલ રમવું, ચામડીનાં ચંપલ બનાવવા, આંખો કાઢી તેનાંથી લખોટીઓ રમવી, ચાલુ પંખામાં હાથ નાખી હાથ કાપવો, આવાં ઘણાં કરતબો દેખાડવામાં આવતાં હતાં. ત્યાં એક સૌથી ભયાનક કરતબ થતું, એ હતું કે એક ખૂબ ભયાનક ચહેરાવાળો જોકર ત્યાં બેસેલા કોઈ પણ પ્રેક્ષકને ઉઠાવી જતો અને શો પૂરો થાય પછી