ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 28

(21)
  • 3.9k
  • 1.4k

ભાગ 28 કેવડિયા કોલોની, ગુજરાત પોતાના લેપટોપ પર આવેલી નોટિફિકેશન ટોનને જોતા જ વેણુ હરકતમાં આવી ગયો. વેણુના લેપટોપની સ્ક્રીન પર એક અન્ય કોમ્પ્યુટર કનેક્ટ થયું. આ કોમ્પ્યુટર યાંગ લીની ઓફિસનું હતું. આ કોમ્પ્યુટરનાં સી.પી.યુ પર અર્જુને લગાવેલી માઈક્રોચીપના લીધે જેવું જ એ કોમ્પ્યુટર ઓન થયું એ સાથે જ એ કોમ્પ્યુટરમાં રહેલો બધો ડેટા વેણુ જોઈ શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું. વેણુએ તુરંત લીની ઓફિસના કોમ્પ્યુટરમાં રહેલી અમુક ફાઈલો ચેક કરવાનું શરૂ કર્યું..વેણુનું પોતાનું લેપટોપ ખાસ પ્રોટોકોલની મદદથી કોડ કરવામાં આવ્યું હોવાથી તુરંત એ બધી ફાઈલો વેણુને એક અલગ બોક્સમાં જોવા મળી જેમાં કંઈક ગંભીર વસ્તુઓ કે જોખમકારક માહિતી હતી.