પૈડાં ફરતાં રહે - 15

  • 2.5k
  • 1
  • 764

15 'અમે બે ગોમતીકાંઠે ફરી ગાયત્રી મંદિર પાસે દરિયામાં પગ બોળી બેઠાં હતાં. સોના, બહાદુરને રેતીનું મંદિર બનાવી દેતી હતી. 'ઇ' માછલીઓ જોતી હતી તો હું એની ઘાટીલી, ગુલાબી પીંડીઓ પાણીમાં છબછબિયાં કરતી જોવામાં ખોવાઈ ગયેલો. એનાં ઝાંઝર પણ પાણીના છબછબ સાથે રણઝણ કરી તાલ પુરાવતાં હતાં. અમે સહેજ અંતર રાખી બેઠેલાં પણ એની કુમળી હથેળીઓને બંગડી સુધીના કાંડાંનો સ્પર્શ મારાં રુવાડાં ઊભાં કરી દેતો 'તો. 'ધ્રોળની નિશાળે મૂકી ઈ સારું કર્યું. સોના કવિતા સારી બોલી.' મેં કીધું. કાંક તો બોલવું ને? ઈ પાણીમાં પોતાનું મુખડું જોઈ રહી. એણે હા માં ડોકી ધુણાવી. 'બાપાને બીજું કાંઈ નોતું. ભાગીયાઓ વાવણીનું કામ