13 સવારના સાતેક વાગ્યા. લીલાછમ ડુંગરો પાછળથી ઉગતા સુરજ મહારાજ જોઈને એને હાથ જોડયા. ઢાબો ખુલી ગયેલો. ચૂલો ધુમાડા કાઢતો હતો અને સગડી પાસે હેન્ડલ ગોળ ફેરવી કારીગર ચા બનાવતો હતો. મેં મીઠું માંગ્યું અને દાંતે ઘસી એક લોટો લઈ અધ્ધરથી કોગળા કરી લીધા. અમે બે એ ચા પીધી. મેં મોં ઉપર ગમછો ફેરવ્યો અને માથામાં કાંસકો. કપડાંની કરચલી હાથેથી ભાંગી તૈયાર. ત્યાં તો બહાર જ ઉભેલા લોકો દોડ્યા. 'એ.. સરદાર એક્સપ્રેસ આવી. આજે તો ટાઇમસર છે.' કહેતા એક નોકરીયાત લાગતા ભાઈ દોડ્યા. એની પાછળ બધા જ. પડાપડી થાય ત્યાં ડ્રાઇવર ઉતર્યો. એ મરાઠી હતો. ઊંધા ચંદ્ર આકારની ટિપિકલ મૂછ.