પૈડાં ફરતાં રહે - 12

  • 2.7k
  • 1
  • 1k

12 અમે આકાશના તારા ગણતા પડ્યા હતા. કાર્તિક કહે, 'મોટાભાઈ, આ જે પરાક્રમ આપણે કર્યું અને જે મેં જીવણ મારાજ સાથે મળીને કર્યું એનો રિપોર્ટ કરીએ તો મને કાંઈ લાભ કે ઇન્ક્રીમેન્ટ જેવું આગળ જતાં મળે કે નહીં?' મેં કહ્યું, 'કેમ નહીં? ઇન્ક્રીમેન્ટ ને એની વાત તો તું કન્ફર્મ થઇ જા પછી આવે. પણ ઉપરીને રિપોર્ટ આપતા પહેલાં કોઈ સિનિયરને પૂછી લેવું કે કોઈ રુલ તોડ્યો નથીને? નહીં તો લાભ ઘેર ગયો, ઉપરથી ખુલાસો પુછાય.' 'તે આ બે કેઇસમાં રૂલ તોડ્યા છે?' તેણે પૂછયું. 'આમ તો નહીં ને આમ તો હા. તમે બીજે રસ્તે બસ લઈ ગયા અને માણસો ઉપર