9 'ઈ પછી અમે નવસારી પુગ્યા. આમ તો સુરતમાં રાત કાઢવાની હતી ને સવારે સૌરાષ્ટ્ર કોર જવાનું હતું. પાછળ કાર્તિક અને મા'રાજ હોત આવી પુગ્યા. અમે બેઠક જમાવી. સોલ્જરીમાં નજીકના ઢાબામાંથી ગાંઠીયા મગાવ્યા. છાપાંના સ્ટોલને કહી આજના હવે વાસી થઈ ગયેલા છાપાંનું મોટું પાનું ખુલ્લું કરી ગાંઠીયા પાથર્યા. રફીક કહે 'અમે તો આમ જ જમીએ. ઇફતારમાં તો ખાસ. ત્રણ ખજૂર ખાઈ સાથે જમીએ. એ સિવાય પણ એને સુન્ના કહેવાય. સાથે જમે તેના પર અલ્લાહની દુઆ કાયમ રહે. ઓળખતા ન હો એને યે બોલાવો. તફસીર ઈબ્ન અતિહા'. મારાજ કે', 'આ અતિહા અતિથિ જેવું જ લાગે છે.' કોરોના હવે ખાસ નો'તો છતાં