પૈડાં ફરતાં રહે - 6

  • 3.4k
  • 2
  • 976

6 જીવણ માં'રાજ પાંચની રાજકોટ વોલ્વો માટે તૈયાર થ્યા. ન્યાં એક ઓર્ડરલી એટલે કે ટ્રાફિક મેનેજર સાયેબનો પીયૂન એક ચિઠ્ઠી લઈ આવ્યો. 'કાર્તિક દવેને સાહેબ બોલાવે છે. હું જોઈ ર્યો. ઓલો એસ.સી. ઉભો થઈને ઇની હારે ગ્યો. થોડી વારમાં પાસો આઇવો. મને કયે, 'ડ્યુટી આવી. પાંચની રાજકોટ વોલ્વોમાં. એનો કંડકટર બીજે મુકાયો. કોઈ કંડકટર રજા ઉપર છે એની જગ્યાએ. એટલે એને બદલે હું જઈશ. મોટા ભાઈ, તમારી સાથે જે વડોદરા સુધી ને જમવામાં ભેગા હતા એમાં ઘણું સમજવા મળ્યું. દુનિયા જોવાની મારી નજર જ બદલાઈ ગઈ. આમ તો આપણે કાલે સવારે સાથે નીકળવાના હતા. ચાલો ત્યારે, મળીએ.' મેં કીધું, 'જે