પૈડાં ફરતાં રહે - 5

  • 3k
  • 1
  • 1.2k

5 વડોદરા આ દિલધડક પીછો ને પકડાપકડી છતાં બસ ખાસ મોડી નો'તી. એ બધું કોઈ નો માને, મને પણ સપનું જોયા જેવું લાગતું 'તું, પણ થઈ ગ્યું. હંધું હાચેહાચું હતું. મને ઈ પૂરું થ્યા કેડે નાનપણમાં ચોરપોલીસ રમતા ઈ યાદ આયવું. એમાં તો ચોર હોઈએ તો દોડીને ગામના પાદરે ભેખડો પરથી કૂદીને દોડતા ને પોલીસનો દાવ લેતા સોકરાવ પર નાના ઢેખાળા ફેંકતા. આંય તો હાચી ધડબડાટી મચી ગઈ 'તી. એક તો ઈ વખતે અમે વડોદરા પહેલાંનું ટોલબુથ ક્રોસ કરી ગ્યા 'તા એટલે રસ્તો બહુ બાકી નોતો ર્યો. ઈ વખતેય પંદરેક મિનિટ વે'લા હતા. ને બીજું, નવી બસ હારી આવેલી. મારૂં