પૈડાં ફરતાં રહે - 3

  • 2.9k
  • 1
  • 1.2k

3 'અહીંથી હું 1212 વાત ઉપાડી લઈશ. એની બોલીમાં આખો પ્રસંગ તમને સાંભળીને સમજવો નહીં ફાવે. બીજું, એ પ્રસંગ યાદ આવતાં એ હજુ લાગણીશીલ બની જાય છે. અત્યારે એ મારી પાસે આવી બમ્પર પર ચડીને મારા કાચ સાફ કરે છે. એ મનમાં બબડે છે જે હું તમને કહું છું. એ આગળના કાચ મારી આંખો છે. એને સાફ કરતાં પેલી ઘટના યાદ આવી પાણી સાથે મારી આંખના આંસુઓ પણ નીતરે છે. તો એ કથની કહું. એ દિવસે ભોમિયો મને દ્વારકાથી પોરબંદર તરફથી લઈ રાજકોટ જતો હતો. હું દ્વારકા પોરબંદર વચ્ચે પવનચક્કીઓની સલામો ઝીલતી, દરિયાના વાયરાઓ સુ.. કરતી કાપતી, માથે કોઈ જ