2 "અમદાવાદ બસ પાર્ક કરું ન્યાં મને ને કંડકટરને ચિઠ્ઠી આપી ગ્યા કે બસ પાર્ક કરી વર્કશોપ આવવું. અહીં વીસ મિનિટનો હોલ્ટ હતો. ઘણાખરા પેસેન્જર અહીં ખાલી થઈ નવા દક્ષિણ ગુજરાત કોર્યના ચડવાના હતા. એનું બસસ્ટેન્ડ સામી બાજુ હતું. ઉત્તર ગુજરાતનું મઈં એન્ટર થતાં સે. હામે જૂનો દરવાજો સે. કોઈ બાદશાહે બાંધેલો. ન્યાથી આણંદ કોર જતી બસો ઉપડે. દરવાજાને તો મોટી સાર્વજનિક મુતરડી કરી નાખી છે. એવો ગંધાય.. ઉત્તરથી આવતી બસોના ડ્રાઇવરોને તો મોઢે વગર કોરોનાએ રૂમાલ બાંધવો પડે. કે સે ઇ હવે તોડી નાઈખો. હારું થ્યું. ઈ જુના વખતમાં કોઈ બાદશાહે આ કમાન બાંધેલી. એમાં મુતરડી બની ગઈ 'તી.