લેખ:- ચીઝ વિશેની માહિતીલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીકેમ છો મિત્રો?પીઝા પર નાખેલું ચીઝ હોય કે ઘરમાં પડેલ નાનકડો ચીઝ કયૂબ - ઘરનાં નાનાં મોટાં સૌ કોઈને ચીઝ જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. ચીઝ એક વૈશ્વિક ઉત્પાદન છે. દુનિયાનાં મોટા ભાગના દેશોમાં ચીઝ વપરાય છે. જાણીએ થોડું નાનાં મોટાં સૌ કોઈનાં માનીતા ચીઝ વિશે. જ્યારે આ લિખિત ભાષા અસ્તિત્વમાં પણ ન હતી ત્યારથી ચીઝનું અસ્તિત્વ છે. પોલેન્ડમાં મળી આવેલા સૌથી જુના ચીઝનાં અવશેષો લગભગ 7500 વર્ષો જૂનાં છે. લગભગ 4000 વર્ષ પહેલાં મિસરની કબરમાં મળી આવેલ ચીઝ તે સમયે ચીઝનાં અસ્તિત્વની સાબિતી આપે છે. ચીઝનાં જાણકારોના મત મુજબ સુવાના અડધો