કેરેવાન વિસ્ટા - 3૨૧૬ - 7

  • 3.3k
  • 1.4k

પ્રકરણ ૭ હાર્યો જુગારી બમણું રમેને? બીજે દિવસે ,માઇકમાં એનાઉંસમેંટ થવા માંડ્યુ કે મોંટેગો બે આઠ વાગ્યે ઉતરવાનું છે,શીપથી કિનારો દુર છે તેથી નાની બૉટમાં તમને મોંટેગો બે લઈ જશે,જમૈકાની રાજધાની એવા આ ગામનું નામ ફેર વેધર બે એ ક્રીસ્ટ્ફર કોલંબસે આપેલું હતુ ભારત શોધવા નીકળેલા કોલંબસે અમેરિકા આવતા પહેલા અહીં ઉતારો લીધો હતો. આખુ શીપ અહીં ખાલી થવાનું હતું તેથી થોડી શીપો દેખાતી હતી. માણસો ઉતરીને તે શીપોમાં ઠલવાતા હતા.ફળ લેવાની મનાઇ હતી તેથી દસ્મા માળે કૉફી અને હળવો નાસ્તો કરી સૌ ઉતરી રહ્યા હતા.મોટી બોટોમાં અંદાજે ૧૦૦ માણસો ને લઈ સામે કિનારે જતા હતા. અમે સાત જણ હતા