પ્રત્યંચા - 4

(14)
  • 3.8k
  • 1
  • 1.7k

પ્રહર, સ્પેશ્યિલ રૂમમા એક પેશન્ટને ચેક કરી રહયો હતો. પ્રહરની નજર દરવાજા પર પડી, એને ફરી ત્યાં પ્રત્યંચા દેખાઈ. દસ વર્ષ પહેલા પ્રત્યંચા હોસ્પિટલમા ઘૂસી આવી હતી. કોઈને પૂછ્યા વગર, કહ્યા વગર, સીધી આ જ રૂમમા, આ જ દરવાજા પર આવીને ઉભી હતી. સિક્યુરિટીએ એને રોકવા પ્રયત્ન કરયો હતો, પણ એને કોઈ શુ કહે છે એ સાંભળવાનો જાણે સમય જ નહોતો. બ્લેક જીન્સ, રેડ કલરનું વાઈટ ટપકા વાળું ટોપ, હાઈ હિલ્સની બ્લેક કલરની મોજડી, ભીના ખુલ્લા વાળ, કાજલ કરેલી આંખોમા ગુસ્સો, અને એના રેડ લિપસ્ટિક કરેલા હોઠ બોલવા માટે ઉતાવળા પડ્યા હતા.