બીજી બા

(12)
  • 2.8k
  • 3
  • 854

“બીજી બા” DIPAKCHITNIS(dchitnis3@gmail.com) પીતાંબરનો નાનો ભાઈ કાંતિને હડકાયું કૂતરું કરડવાથી ૨૨ વર્ષની નાની ભર યુવાનીની ઉંમરે ગુજરી ગયો ત્યારે ઘરની મોટી વહુ અંબાએ જે કલ્પાંત રુદન કરી મૂક્યું તે છાતી માથાકૂટ નાખ્યા તે ઉપરથી સૌ કોઈને એમ જ લાગી આવે કે તે તેના પેટ નો દીકરો જ ગુમાવી બેઠી હશે અને તે અનુમાન ઘણું ખોટું પણ ન હોઈ શકે. ૧૫ વર્ષની ઉમરે અંબા પરણીને સાસરે આવી ત્યારે તેના સસરા ગુજરી ગયેલા હતા. સાસુને ક્ષય રોગ લાગુ પડેલો હતો. અંબાએ ઘરમાં પ્રવેશ કર્યો કે તરત સાંસુએ તેને પોતાની પથારી પાસે બોલાવીને બેસાડી અને તે સમયે કાંતિ ફક્ત બે વર્ષનો હતો પગ