કોરોના કથાઓ - 15 - બંધ ઓરડે જંગ

  • 2.9k
  • 1
  • 1.1k

કોરોના કથા 15બંધ રૂમમાં જંગમને ખબર નહોતી કે નવો ભાગ મારી પોતાની વાત હશે. મારે અને સહુ માટે ખૂબ નવાઈ ની વાત. બધી સાવચેતીઓ છતાં, કલ્પના ન હતી કે હું ખુદ કોરોના માં સપડાઈશ.ઓચિંતો સાંજથી તાવ ચડ્યો. 100 જેવો જ. બીજી સાંજે 100.5. સાથે બે-ચાર સૂકી ઉધરસ. અગમચેતી વાપરી લેબ વાળાં ને ઘેર બોલાવી rt pcr કરાવ્યું. હું પોઝિટિવ. વેકસીનના બે ડોઝ લીધા હોવા છતાં. વાયરસ લોડ 19.9 એટલે વચ્ચેનો. હોમ ક્વોરાન્ટાઇન. છાતીનો સ્કેન રિપોર્ટ નોર્મલ, ચેપ વગર આવ્યો.એક ક્ષણ તો છાતીનાં પાટિયાં બેસી ગયાં. હવે શું? જીવન વેગે તો વટાવ્યું પણ ઉપરનું દ્વાર ખટખટાવવું નથી જ. 'હું રીકવર થઈશ,