પ્રતિક્ષા - 4

(20)
  • 3.4k
  • 1
  • 1.6k

પ્રતિક્ષા પ્રકરણ-4 “ખડક....ચીઈઈ....!” જોશથી વાતા પવનને લીધે બાલ્કનીનો દરવાજો જોરથી ભીંત સાથે અથડાયો અને પ્રતિક્ષા લગભગ ચૌદેક વર્ષ પહેલાંનાં એ ભૂતકાળમાંથી જાણે ઝબકીને બહાર આવી. “અર્જુન.....! I’m sorry….!” ભીની થઈ ગયેલી આંખે પ્રતિક્ષા બબડી અને પાછું ફરીને બેડ સૂતેલાં પોતાનાં પતિ વિવેક અને તેની બાજુમાં સૂતેલાં આર્યન સામે જોયું. “હું મજબૂર હતી અર્જુન.....!” બંને સામે જોઈ રહીને પ્રતિક્ષા બબડી “હું મજબૂર હતી....!” થોડી વધુવાર સુધી બાલ્કનીમાં ઊભા રહીને અર્જુન વિષે વિચાર્યા બાદ પ્રતિક્ષા છેવટે પાછી રૂમમાં આવી અને બેડ ઉપર આર્યનની બાજુમાં આડી પડી. થોડો ઘણો પ્રયત્ન કર્યાબાદ છેવટે તેણીની આંખ ઘેરાવાં લાગી.