Part 19 સાહેબ માંડ માંડ મે કવિતાને મનાવીને પાછળના રસ્તેથી કવિતાને રૂમમાં લઈ આવ્યો. પરંતુ કવિતા રૂમની હાલત અને ત્યાં પડેલી નીલેશની લાશને જોઈને એકદમ અચંબિત થઈ ગઈ અને ત્યાં જ ચક્કર ખાઈને બેહોશ થઈ ગઈ. કવિતાને આમ બેહોશ જોઈને હું પણ ગભરાઈ ગયો. બે ઘડી તો હું પણ બેશુદ્ધ થઈ ગયો કે હવે શું કરું? શિયાળા ની કાળી રાત હતી અને અજવાળું થાય તે પહેલાં જ મારે અહીંયાથી સહીસલામત નીકળી જવાનું હતું. જે કોઈની મદદ વગર શક્ય ન હતું. હું એકદમ હાફડોફાફડો થઈને કવિતાને ઉઠાડવાની કોશિશ કરવા લાગ્યો. એટલામાં મારું ધ્યાન પલંગ પાસે રાખેલા ટેબલ પર પડેલી પાણીની