પ્રકરણ - ૩૩/તેત્રીસ ગતાંકમાં વાંચ્યું.... માયા એના રૂમમાં ટીવી જોતી સૂતી હોય છે ત્યારે એની છાતી પર ગરોળી પડતાં એ ગભરાઈ જાય છે અને માયા આંગણે હીંચકામાં બેઠી હોય છે ત્યારે અચાનક એની તબિયત બગડે છે. રતન અને ઘરના સૌ સભ્યો ચિંતિત થઈ જાય છે. રતન અને રાજીવ રાતે ખેતરે જમવાનો અને રોકવાનો પ્રોગ્રામ ઘડે છે અને રાત ખેતરે વિતાવવા જાય છે.... હવે આગળ..... રાત હવે કાજળઘેરી થઈ રહી હતી. તારલાઓ ટમટમી રહ્યા હતા, નીરવ પથરાયેલી શાંતિ વચ્ચે ક્યાંક ક્યાંક દૂરદૂરથી કૂતરાના ભસવાના અવાજ આવતો હતો. આછું અજવાળું અને આજુબાજુનું ભેંકાર ભાસતું વાતાવરણ મનમાં આછો ભય ઉપજાવી રહ્યું હતું. રતનને