મારું “સોજીત્રા” નગર

  • 3.9k
  • 3
  • 1.3k

મારુ “સોજિત્રા” નગર આપણા મલકના માયાળુ માનવીમાયા મેલીને મરી જાશું મારા મેરબાનહાલોને આપણા મલકમાં..આપણા મલકમાં ઉતારા ઓરડાઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબાનહાલોને આપણા મલકમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લા, વિવિધ તાલુકા અને વિવિધ તાલુકાના અસંખ્ય ગામો, આ ગામો જેમાં દરેકમાં કંઈક ને કંઈક વિવિધતા સમાયેલી છે. અને ગુજરાત રાજ્યોના વિવિધ વિસ્તાર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ આ રીતે વિવિધ પ્રદેશોમાં વહેંચાયેલ છે. જેમાં મધ્ય ગુજરાતમાં ચરોતર ભૂમિ તરીકે ઓળખાતો વિસ્તાર બહુ જ ખ્યાતિ પામેલ છે. આ વિસ્તારમાં વસ્તીનો મોટો ભાગ ખેતી તેમજ પોતાના સ્વ- ધંધા-રોજગાર માટે જગવિખ્યાત છે. અને આ ચરોતર વિસ્તારની પટેલ જ્ઞાતિ વિદેશોમાં વર્ષોથી સ્થાયી થઈ તેમના ગામનો એટલે કે તેમની જન્મભૂમીનો વિકાસ કરવામાં સહયોગ આપવામાં સહેજ પણ પાછીપાની કરતાં નથી. અને આ વિસ્તારમાં આવેલ દરેકે દરેક ગામો તેની કંઈક ને કંઈક વિવિધતા માટે જાણીતા છે. આજે એવા જ ચરોતર ભૂમિના એક ગામ “સોજીત્રા” કે