અમાસનું અજવાળું

  • 3.8k
  • 1
  • 948

અમાસનું અજવાળું.. દૂર દૂર સૂર્યાસ્ત થઈ રહ્યો છે ,ડુંગરાઓની વચ્ચે ઢળતા સૂરજને જોતી વિશ્વા બેઠિ હતી ત્યાંથી થોડે દૂર એક વિકલાંગ બાળકકંઈક બન્ને હાથથી બતાવી રહ્યું હતું . તેની બાજુમાં જ એક અતિસુંદર યુવતી લગભગ પાંત્રીસ છત્રીસ વર્ષની જ હશે તે પણ ફોન પરકોઈક સાથે વાર્તા લાપ કરી રહી હતી.તેનો એક હાથ ફોન પર હતો ને એક હાથ બાળકની વ્હિલચેર પર હતો. બાળક તેનો દુપ્પટો ખેંચીકંઈક બતાવી રહ્યો હતો. વિશ્વાને લાગ્યું એ કંઈકતો જરૂર કહે છે ,પણ પેલી યુવતી ના લક્ષ્યમાં નથી. ત્યાં જ તેણીની નજર ફરી પેલાંઢળતા સૂરજ તરફ ગઈ.પેલી યુવતી ચાલી ગઈ હતી એટલી વારમાં. દિવાળી પણ નજીક હતી, તેથી ઘરનાં કામ અને ઓફિસમાં પણ રજાઓ પહેલા થોડું ઘણું કામ પતાવાનું હતું. રોમેશે ઓફિસમાટે એક સારું પેઈન્ટિંગ ખરીદવાનું કહ્યું હતું. તે માટે એકાદ આર્ટગેલેરીમાં પણ ચક્કર લગાવાનું હતું. તેણીએ નક્કી કર્યુ આજે તો તે જઈજ આવશે. તેથી તે બે ત્રણ આર્ટગેલેરીના ચક્કર લગાવી આવી. જ્યાં જતી ત્યાં તેણીને પેલું દ્રશ્ય જે તેણે ઢળતી સાંજે જોયું હતું તે એનેયાદ આવી જતું. ફોનમાં વોટ્સઅપની રીંગ ટ્રન ટ્રન કરતી હતી, તેણે એક સુંદર ચિત્ર જોયું ,અરે!આ જતો હતું..તેણે તે ચિત્ર ખોલ્યું કોઈ વિકલાંગસ્કૂલમાંથી આવ્યું હતું અને તે સેલ માટે મૂક્યું હતું , તેણીએ ડીટેલ લઈ તે ચિત્ર ઓનલાઈન ખરીદી લીધું.નીચે સરનામું હતું જ્યાંથીતેણીએ તેને લેવાનું હતું. બીજે દિવસે નવ વાગ્યાનો સમય આપ્યો હતો.તેણે રોમેશને ચિત્ર મોકલ્યું.તેને પણ ગમી ગયું.આમતો રોમેશડીવોર્શી હતો, તેનો બોસ હતો અને તેને ડેટીંગ કરતી હતી. તેણી હજુ મનથી ઢચુપચું હતી .રોમેશે ચિત્રની પસંદગી માટે તેના વખાણ કર્યા. બીજે દિવસે નવ વાગે તે ચિત્રમાટે આપેલ સરનામે ગઈ. ડોરબેલ મારી,આજુબાજુ નજર કરી સરસ ઘર હતું, દરવાજો ખૂલ્યો તોઅતિસુંદર યુવતીએ તે ખોલ્યો . તેણીએ ઓળખ આપી કે તે ચિત્ર માટે આવી છે,ફોનમાં આવેલી રસીદ તેણે બતાવી.મન ગડમથલમાંપડ્યું આ સૌંદર્યને જોયું છે, ન ભૂલાય તેવું હતું..ત્યાં વ્હિલ ચેર પર પેલું બાળક બહાર આવ્યું ને તેની આંખ સામે તે ક્ષિતિજ વેળાનું દ્રશ્યફરી વળ્યું. ઓહ! આત્મીયતા વર્તાતી હતી તે ચિત્રમાં..તેણીથી રહેવાયું નહિ. તે બધી જ વાત પૂછી બેઠી..તે શું કહેતો હતો..તે સાંજે..યુવતીનું નામ પૂછ્યું તો તે ચમકી ગઈ...કારણ રોમેશના મોઢેચિત્રાંગદાનું નામ કેટલીય વાર સાંભળી ચૂકી હતી.તેણે બે હાથ બાળકનાં પકડી આંખમાં આંસુ સાથે પૂછ્યું ,”રોમેશનું બાળક છે? હકારમાં માથું હાલ્યું. સમજી ગઈ કેમ બન્ને છૂટા પડ્યા હતા.તે વાતો કરી નીકળી ગઈ.દિવાળીને દિવસે મળવાનું કહી ચાલી ગઈ. બરાબર પાંચમે દિવસે તેણીએ પૂજનને દિવસે ઓફિસમાં પેલા ચિત્રને દિવાલ પર મૂક્યું લોકો વિસ્મિત થઈ જોતા રહ્યાં.પ્રશ્નભરીઆંખો ચિત્ર ક્યાંથી આવ્યું કોણ ચિત્રકાર..?તેની તરફ હતી.તેણીએ એક ફોન કર્યો અને થોડી વારમાં ઓફિસના દરવાજામાં એકવ્હિલચેર પ્રવેશી. રોમેશના આશ્ચર્ય વચ્ચે વિશ્વાએ એ ચિત્રનાં ચિત્રકારની ઓળખ આપી ને આજના ચિત્ર*અમાસનું અજવાળું*નાવિકલાંગ ચિત્રકારમાં રોમેશ તમારું જ લોહી છે કહી તેણીએ ચિત્રાંગદાને પણ બોલાવી. રોમેશને તેણે હકિકતથી વાકેફ કરી આવાબાળકના પિતા હોવાનો ગર્વ લેવા સમજાવ્યો.વિકલાંગ જન્મવું એ કાંઈ બાળકનો કે માનો વાંક નથીહોતો,ચિત્રાંગદાને બિરદાવી કે જાણ્યાપછી પણ એબોર્સન ન કરાવી હોનહાર બાળકને જન્મ આપી એની કળા ઓળખી તેના જીવનમાં પણ આવી દિવાળી જેવું*અમાસનુંઅજવાળું* પ્રગટાવ્યું.કોણે કહ્યુંઅમાસ અશુભ હોય છે? શું શુભ ને શું અશુભ...! તે દિવસે ચિત્રાંગદાનાં જીવનમાં પોતાનાં પુત્ર માટે એક નવી જ દુનિયાનાં દરવાજા ખુલી ગયાં. અમાસનો અંધકાર દૂર થઈ પિતારૂપી પ્રકાશ પામી તેના મુખ પરનાં અજવાસનીખાતર તેણી રોમેશ સાથે રહેવા આવી ગઈ.જયશ્રી પટેલ૨૯/૧૦/૨૦૨૦