"આસ્તિક"અધ્યાય-23 વશિષ્ઠજીએ વ્યાસપીઢે બેસી આખો હવનયજ્ઞ કરાવ્યો. યજ્ઞ પછી બધાને આનંદ અને સંતોષ હતો. આસ્તિક પણ ખૂબ આનંદીત હતો. એને ભગવનનાં, માતાપિતાનાં અને ઋષિગણોનાં અનેક આશીર્વાદ અને જ્ઞાન મળ્યાં હતાં. બધાની સેવા કરી પગ દાબીને માઁ પાસે સૂઇ ગયો હતો. આસ્તિકને નીંદરમાં સરી ગયાં પછી ભગવન વિષ્ણુ નારાયણનનાં દર્શન થાય છે. એમનાં અનેક રુપ સાથે વિરાટ સ્વરૂપનાં દર્શન થાય છે. આસ્તિક ગદગદીત થઇને એમનાં ચરણમાં પડે છે. ચારેબાજુ તેજ છવાય છે. આસ્તિકને આશીર્વાદ આપીને અંતરધ્યાન થઇ જાય છે. આસ્તિક અચાનકજ ઊંઘમાંથી જાગી ઉઠે છે. એને આવાં અલૌકીક દર્શન થવાથી ખૂબ આનંદીત થાય છે. એ જુએ છે માઁ ઘાઢી નીંદરમાં છે.