નગર તો વસ્યું, જંગલનું શું? - દિવ્યેશ ત્રિવેદી

  • 3.3k
  • 1.1k

૬. નગર તો વસ્યું, જંગલનું શું? 6. City was established, what is about Jungle? આપણે ત્યાં આઝાદી આવી ત્યારે આપણે ટાંકણીની પણ આયાત કરતા હતા. આજે રેલવેનાં એન્જિનો અને વિમાનોની નિકાસ કરતા થઇ ગયા છીએ. ઉદ્યોગોએ દેશની સૂરત પલટી નાંખી છે એનો કોણ ઇનકાર કરશે? પરંતુ સૂરતને પલટવા જતાં સીરત પણ પલટાઇ ગઇ છે એનું શું? વિકાસની દોટમાં આપણે જે કંઇ ગુમાવવાનું આવે એને ‘કોમ્પેન્સેટ’ કરવાની કોઇ વાત જ નહિ? પોલાદ-નગરી જમશેદપુર તો જગપ્રસિદ્ધ છે. એ નગરની થોડીક વાત કરવા જેવી છે. અહીં ૨૭૦૦ કામદારો રોજી મેળવે છે. અદ્યતન પ્લાન્ટ, મજબૂત રસ્તા અને વસાહતોનો નકશો બની ગયેલા આ નગરને જોઈને