આપણાં મહાનુભાવો - ભાગ 12 - ભગવાન દત્તાત્રેય (ભાગ 2)

  • 6.5k
  • 1.8k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવો. લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.ભગવાન દત્તાત્રેય વિશે વધુ માહિતી જોતાં.... ભગવાન દત્તાત્રેયનાં મંદિરો:- વલસાડ જીલ્લામાં:- મહારાષ્ટ્રના બ્રાહ્ણણ પરિવારના પરમ પૂજ્ય અનસૂયામાજી એ તેમના પુત્ર અને શિષ્ય ગુરૂદાસ સ્વામીજી સાથે બે વખત સમગ્ર ભારતની પદયાત્રા કરી. પરમ પૂજ્ય અનસૂયામાતાજી તેમના જીવનના શરૂઆતના તબક્કાથી જ ભગવાન દત્તાત્રેયના પ્રખર અનુયાયી હતા. શ્રી દત્ત ભગવાનના આશિર્વાદથી તેમણે ત્રણ વખત કન્યાકુમારીથી હિમાલય સુધીની પદયાત્રા કરી. તેમણે જંગલોમાં વર્ષો સુધી "શ્રી દત્ત ઉપાસના" કરી. ભગવાન દત્તાત્રેયએ તેમની "ભક્તિ"થી પ્રસન્ન થઈ તેમને દર્શન દીધા અને તેમને વલસાડમાં એક જગ્યા બતાવી અને તેમને અહીં દત્તપીઠની સ્થાપના કરવા અને સ્થાયી થવા કહ્યું. પરમ પૂજ્ય માતાજી અને