એક ચુટકી સિંદૂર કી કિંમત - 34

(53)
  • 2.9k
  • 2
  • 1.2k

પ્રકરણ- ચોત્રીસમું/૩૪‘જો બાવન ગજની ધજાનો ધણી, દ્વારિકાનો નાથ રાજી થાય તો સમજી લે, ચાર મહિનાનો ખેલ ચોવીસ કલાકમાં ખતમ થઇ જશે.’ એટલું બોલતાં જગનનું ગળું ભરાઈ આવ્યું.જીવનના દરેક તડકા-છાયા જોઈ ચૂકેલાં જગને ભરપુર આત્મવિશ્વાસથી કરેલાં નિવેદન પર દેવલને લેશમાત્ર શંશય નહતો છતાં, ઉચાટ મનના સંતોષ ખાતર પૂછ્યું..‘પપ્પા...આ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઊંચકવા જેવી વાત છે, છેલ્લાં કેટલા’યે સમયથી વૃંદાને આ ઘનઘોર વિચારવનમાંથી બહાર લાવવા હું ખુદ, વિચારવૃંદમાં ભટકીને થાકી ગઈ છતાં પણ, મને આ અંધકારમય કોયડાની કોઈ કેડી કે, કડી જડી નથી. અને તમે આટલી મક્કમતા અને સરળતાથી કહો છો કે, આ તકદીરે માંડેલો તમાશો ચોવીસ કલાકમાં ખત્મ થઇ જશે, કઈ