એક ચુટકી સિંદૂર કી કિંમત - 31

(48)
  • 3.8k
  • 2
  • 1.3k

પ્રકરણ-એકત્રીસમું/૩૧તે પછી લંચ માટે ઊભા તથા દેવલની પીઠ પાછળની દીવાલ પર ટીંગાળેલી તસ્વીર જોતા દેવલની નજર તેના પર ચોંટી ગઈ.. એટલે વૃંદા સામે જોઈ દેવલે પૂછ્યું..‘આ છબી... કોની છે ?’‘મારા પપ્પાની. એડવોકેટ શશાંક જુગલદાસ સંઘવી.’ સોફા પરથી ઉભા થઈ તસ્વીર નજીક આવતાં વૃંદા બોલી..‘અત્યંત આકર્ષક પોટ્રેટ છે, એકદમ જીવંત.. એવું લાગે કે, જાણે હમણાં જ તસ્વીર બોલી ઉઠશે..પણ તેમની આંખો..’ આગળ બોલતાં દેવલ અટકી ગઈ..‘તેમની આંખો શું ? આશ્ચર્ય સાથે વૃંદાએ પૂછ્યું..‘તેમની આંખોમાં મને ખાલીપાના શૂન્યાવકાશનો ભાસ દેખાઈ રહ્યો છે.અદ્દલ તારી આંખો જેવો. પણ કદાચ એ આ મારો દ્રષ્ટિભ્રમ પણ હોઈ શકે ? દેવલ બોલી.‘ના..એ દ્રષ્ટિભ્રમ નથી, વાસ્તવિક છે. અને શૂન્યાવકાશ વારસાગત