એક ચુટકી સિંદૂર કી કિંમત - 30

(52)
  • 3.4k
  • 4
  • 1.2k

પ્રકરણ- ત્રીસમું/૩૦પણ મિલિન્દ એક ગુત્થી નથી ઉકેલાતી. હજુ એક રહસ્ય નથી સમજાતું.’‘ગુત્થી ? રહસ્ય ? શું ? વિસ્મય સાથે મિલિન્દે સવાલ પૂછ્યોએટલે દેવલ બોલી... ‘શું સમજવું ? ‘અભિમન્યુના કોઠા જેવો કુદરતનો કરિશ્મા.. કે કરામાત ? કે પછી નિયતિની યુતિ ? તમારા અને વૃંદા વચ્ચે અસીમ આર્થિક અસમાનતા હોવા છતાં, તેમણે તમારી જીવનસંગીની બનવા માટે એકતરફી અને એ પણ તટસ્થ અફર નિર્ણય લઇ લીધા સુધીની નિકટતાની નિર્માણ સ્થિતિ સર્જાયા પછી પણ કેવો જોગાનુજોગ કે, તે તેની પ્રસ્તાવના રજુ કરે તેના એક દિવસ પહેલાં જ અચનાક આપણા બન્નેના મળવાના યોગ ઊભા થાય ? અને મારું છેક દિલ્હીથી એવાં ઘોડાપુર પીડાની પરિસ્થિતિમાં પરત આવવું કે, જેના