ભાગ : ૯હારિકા આ વાતો સાંભળી ભાવુક થઈ જાય છે અને ભીની આંખે કહે છે આવું ના બોલો મારા સારા કર્મો હશે કે મને તમે સૌ મળ્યા જય તો મારાં જીવથી સવિશેષ છે એની મને સતત ચિંતા રહે અને સાથે તમારી પણ એટલે હું અહીં જ આવી ગઈ જયને સારુ થઈ જાય પછી જ ઘરે જઈશ. બે - ત્રણ દિવસોમાં જયદીપની તબિયતમાં સુધારો આવવા લાગે છે. નબળાઈ અને સુસ્તી હવે તેની પાસે થી રજા લઈ રહ્યા હોય છે. એક રાતે જયદીપ બેડ પર બેઠો હોય છે બાજુમાં બેઠેલી હારિકાનો હાથ પકડી કહે છે હારિકા... વ્હાલાં તમે આટલો બધો પ્રેમ કરો છો