ચૈત્રી નવરાત્રી-ગુડી પડવો

  • 2.7k
  • 1
  • 966

ચૈત્રી નવરાત્રી-ગુડી પડવો વિક્રમ સંવત હિંદુ વર્ષની પાંચ નવરાત્રી છે. તેમાં પોષ માસની અન્નપૂર્ણા માતાજીની શાંકભરી માતાજીની અલગ વિશિષ્ટતા હોય છે. ટેને બાદ કરતાં બાકીની ચાર નવરાત્રી જેમાં મહા માસ, ચૈત્ર માસ, અષાઢ માસ આ ત્રણ માસની નવરાત્રીને “ગુપ્ત નવરાત્રી” કહેવામાં આવે છે અને આસો માસની નવરાત્રીને સાંસ્કૃતિક ઉજવણીની જાહેર નવરાત્રી કહેવામાં આવે છે. આસો માસની આ જાહેર ઉજવણીની નવરાત્રીને ગુપ્ત નવરાત્રી રૂપે ગણાવી હોય તો એ રીતે પણ ઉજવણી કરી શકાય છે. ગુપ્ત નવરાત્રિ એટલે વ્યક્તિ કે પરિવાર દ્વારા અંગત રીતે શક્તિ ઉપાસનાની નવરાત્રી પણ કહેવામાં આવે છે. વ્યક્તિ પોતે તેનો પરિવાર તેના પોતાના પરિવારમાં અંગત રીતે નવ