અંધકારનો ઉજાસ - ચિત્તના ચબૂતરેથી – દિવ્યેશ ત્રિવેદી

  • 3.3k
  • 880

આજથી લગભગ અઢી દાયકા પહેલાંનો એક પ્રસંગ યાદ આવે છે. ગુરુકુળ સૂપામાં અભ્યાસકાળના એ દિવસો હતા. ત્યાંના આચાર્ય પંડિત કેશવદેવજી ત્રિવેદી એક સવારે સમૂહ પ્રાર્થનામાં આવ્યા અને એક પ્રશ્ન કર્યો, “ બાળકો, મેં ચોગાનમાં ગુલાબના કેટલાક છોડ વાવ્યા હતા. એમાંના બે છોડ બળી ગયા છે. મને નિરીક્ષણ કરતાં લાગ્યું છે કે આ બંને છોડનાં મૂળમાં કોઈક પાણીને બદલે એસિડ નાખ્યો છે. મારે જાણવું છે કે આ કૃત્ય કોણે કર્યુ છે? જેણે આ કૃત્ય કર્યું છે. એ મારી પાસે આવીને કબૂલ કરે . લગભગ ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં હતા. મૌન પથરાઇ ગયું.