બાળકો

  • 5.6k
  • 1.2k

બાળકો આજનો વિષય છે 'બાળકો' . કદાચ આ લેખ શરૂ કરતી વખતે મારા મોઢા પર આવતું ચમકદાર સ્મિત હું તમને બતાવી શકતો હોત . ખરેખર બાળકો બહું જ અદભુત વિષય છે હો . દુનિયાભરના બધા મનોવૈજ્ઞાનિકોને ભેગા કરીને પણ જો સમજવામાં આવે તો પણ આ વિષય પૂરો સમજાય એવો નથી . રાત્રે જાગે , દિવસે સૂવે , ક્યારે હસે ? , ક્યારે રોવે ? કોણ જાણે કોથળામાંથી ક્યારે શું નિકળે ? નાના બાળકો સાથેનો વ્યવહાર હંમેશાં આશ્ચર્યોથી ભરેલો હોય છે . જો નસીબ સારા હોય તો સાનંદઆશ્ચર્ય બાકી પછી ઝટકા .