અંધકારનો ઉજાસ - આમુખ

  • 3.1k
  • 932

ખાડો ખોદે તે પડે ‘ખાડો ખોદે તે પડે’ આ કહેવતનો તો પરીક્ષામાં વિચાર વિસ્તાર કરવાનો આવે. આ કહેવતને જીવાતા જીવન સાથે શું લેવાદેવા! આ કહેવતના સત્યની કાનો કાન કોઇને ખબર જ ન પડવા દીધી. જંગલો કાપ્યાં, આડેધડ કાપ્યાં, કેટલાં રુઆબથી કાપ્યાં. પછી, પછી, બાંધી દીધી, હાંફતી સડકો, કહેવાતી આલિશાન ઇમારતો, પોતાના માટે જ ચણાતી કબરો જાણે. સજીવ –નિર્જીવ, ઊંચાઇ-ઊંડાઇ, જીવન-મૃત્યુ, વિકાસ-અધોગતિ સર્જ્યાં કેવાં ધન-ઋણ સંબંધો! વૃક્ષો કાપી કાપીને ખોદેલાં ખાડામાં પડી પડીને ભસ્મીભૂત થઇ ગયાં. ‘ખાડો ખોદ્યો અને પડ્યા’ પણ આ સત્ય બધાંને ક્યારે ય કહેવું નથી. તમે પણ ન કહેતાં, કદી નહીં. કાનો કાન પણ