એક પૂનમની રાત - પ્રકરણ-12

(127)
  • 9.8k
  • 2
  • 6.3k

એક પૂનમની રાત પ્રકરણ-12 સિધ્ધાર્થે વડોદરા શહેર આવ્યું એટલે કાળુભાને કહ્યું અહીં ઉભા રહો અને પછી મનીષને બધાં માટે ચા નો ઓર્ડર કરવા આદેશ કર્યો. મનીષ ચા નો ઓર્ડર કરવા ગયો. ત્યાં દેવાંશનાં ફોન પર કોલ આવ્યો એનાં ખાસ જીગરી મિત્ર મીલીંદનો અને કહ્યું દેવાંશ તું ક્યાં છું રાત પડી ગઇ અહીં તારી રાહ જોવાય છે પાર્ટીમાં. તું ક્યાં છું ? ક્યારે પહોચે છે ? દેવાંશે કહ્યું હું આવુંજ છું તમે ચાલુ કરો દીદી અને જીજાજીને વીશ કરવા આવવાનોજ હોઉ ને ? તમે ચાલુ કરો હું પહોચ્યો જ. સિધ્ધાર્થે કહ્યું દેવાંશ કોનો ફોન હતો. પાપાનો ? દેવાંશે કહ્યું ના અંકલ મારાં