ધરતી નું ઋણ

  • 3.1k
  • 766

મારા શ્વાસમાં ગરમાટો આવ્યો. સિગારેટની આખરી ફૂંક ઊંડે સુધી લઈ સિગારેટને પગ નીચે કચડી નાખી. ‘કમબખ્ત... દેખાતો નથી’ મારાથી બબડી જવાયું. આશરે સાડાપાંચ ફૂટની ઊંચાઇ... લાઈટ ગ્રે સફારી, પાતળું શરીર, લાંબુ નાક, ગોરો ચહેરો, ટૂંકાવાળ, ચૂંચી આંખો એને ફ્રેન્ચક્ટ દાઢી... આ વર્ણન હતું સલીમનું. બે દિવસ પહેલાં જ્યારે મને બાતમી મળી ત્યારે સૌપ્રથમવાર સલીમને જોયો હતો. ‘લાદીવાળા ટાવર’ના ફોર્ટીન્થ ટોપફ્લોર પર રહેતો સલીમ સોસાયટીમાં સક્સેસફુલ બિઝમેન તરીકે પંકાયેલો હતો. પેકેજિંગ મશીનરી, ગ્લાસ ફેક્ટરી તેમ જ રેડીમેઈડ ક્લોથ માથેની વસ્તુઓ તે આયાત કરતો. તેની સમગ્ર દિવસની દિનચર્યાની મેં ઝીણભટભરી માહિતી મેળવી હતી. રોજ સવારે લગભગ નવ વાગ્યે લિફ્ટમાંથી ઉતરી તે પોતાની