મધ્યમવર્ગની દુનિયાદારી

  • 5.4k
  • 1
  • 1.5k

મધ્યમવર્ગની દુનિયાદારી..! આ દુનિયાની દુનિયાદારી ત્રણ તબક્કે ચાલે છે.એક અમીર વર્ગ જે ધારે તે એક તાળી પાડી બધું હાજરાહજૂર મંગાવી શકે છે.તેને પૈસે ટકે કોઈ વાતની ઉણપ નથી અને જાહોજલાલી એના ચરણે છે.આવા લોકો ને જોઈ બીજા વર્ગના વ્યક્તિઓને ક્યાંક થોડી ઈર્ષા થાય તો નવાઇ શી .? બીજી વાત કરીશું અહીં ગરીબ વર્ગની જે નાની સરખી ઝોપડી એજ એની દુનિયા અને છૂટક મજૂરી કરી પોતાનાં પેટનો ખાડો પુરે છે .તેના મન કોઈ દિવસ સારું ખાવાનું મળી જાય એજ તેની જહોજહાલી અને એમાં વળી કોઈક ઉતરેલા કપડાં પણ આપી જાય તો પણ નવા કપડાં પહેરવા મળ્યાનો ઉમળકો...! મિત્રો