નિર્ણયશક્તિ જ મહાશક્તિ! – દિવ્યેશ ત્રિવેદી

  • 7.8k
  • 3
  • 2.7k

સિકંદર એના જીવનકાળ દરમિયાન અનેક લડાઈઓ લડયો. લડાઈ લડવી એટલે માત્ર શસ્ત્રો ચલાવવાં અને દુશ્મનના સૈનિકોનો ખાત્મો બોલાવવો એવું નથી. લડાઈ લડવા માટે અનેક બાબતો વિચારવી પડે છે અને ધ્યાનમાં રાખવી પડે છે. વિવિધ બાબતોનાં લેખાંજોખાં તપાસવા પડે છે. અનેક હકીકતો એકઠી કરીને એમનું પૃથક્કરણ કરવું પડે છે તથા પોતાની શક્તિઓ અને મર્યાદાઓના સંદર્ભમાં જ એની મૂલવણી કરવી પડે છે. આ તમામ પ્રક્રિયા જેટલી સમેસૂતર પાર ઊતરે એટલી સફળતા વધુ નિશ્ચિત થાય છે. મુશ્કેલી એ હોય છે કે કોઈપણ મોટો નિર્ણય લેતી વખતે માહિતી અને હકીકતોની ભરમાર સામે આવતી હોવાથી ક્યાંક એનો અર્થબોધ તારવવામાં અને ક્યાંય એવી